Google Translation
logo
logo
"PARENTING FOR PEACE (P4P) - Nurturing Joyful, Loving and Skillful Childhood for World Peace" "પેરેન્ટિંગ ફોર પીસ (પી ફોર પી) - પ્રેમ, આનંદ અને આવડત ભર્યા બાળ ઉછેર થકી વિશ્વ શાંતી"

Past Activity

Parenting for Peace

School Guidence

Conventions

P4P Convention 2017 English Invitation full
P4P Convention 2017 Hindi Invitation full
Schedule convention 2017
Final Schedule P4P NC 2018

Dhyan Vipassana

 • It is a 2500 years old meditation technique reinvented by Gautam Budhha.
 • The first step of Vipassana meditition is Aanapan meditition.
 • Aanapan (Aaan + Aapan) means be aware about your incoming and outgoing breath.
 • With eyes closed, experience your every single breath.
 • By doing this, a person can have mental peace.
 • If children do this every day for 10 minutes: It will
  . Improve concentration
  . Give mental peace.
  . Bring down reactions like anger, irritation, crying etc.
 • Teen agers are very much benefitted by it.
 • In this age they should study but they have friction with their parents, friends, they get disturbed with behaviour of their friends, misuse information and communication technology. This affects their future badly.
 • Aanpan meditation helps them to have control over this.
 • Help them in having better relations with parents.
 • Therefore, it prevents violence with children
 • It increases family peace.
 • Indirectly P4P’s work is done.
 • There are examples where due to Aanpan School’s Board results improved from 40% to 100%.
 • Children do Anap;an medition in all the schools of Maharatra during school prayer.

Vipassana

 • Vipassana means to see in a special way.
 • In the 10 days camp of Vipassana meditation Aanpan meditation is done for first three days.
 • Because of which one experiences minor sensations (itching, pain, feeling cold, wet, hot, vibration etc ) on the body
 • Minor sensations that are generally not noticed by us are experienced as our mind become more subtle.
 • All inputs enter in our body through five senses - eyes, ear, nose, skin and tongue.
 • Our brain analyses it.
 • If the input is analysed to be good, there are subtle desirable sensations on the body.
 • Our subconscious mind asks for more and more of such sensation. In spiritual language it is called raga.
 • If the input is analysed by brain to be not good, painful gross sensations are generated on the body.
 • The subconscious mind generates contempt for it and say it doesn’t want it any more. This is called dwesha or contempt.
 • For example when musical sound hits our ears.
 • The mind analyses it
 • Desirable sensations occur.
 • Subconscious mind asks for more. This is a reaction of raga.
 • The abusive words hit our ears.
 • Mind analyses it.
 • Unwanted sensations occur on the body.
 • Unconscious mind reacts, “No, No I don’t want it.” This is dwesha or contempt.
 • Thus every moment our subconscious mind does reaction of raga or dwesha.
 • The unconscious mind understands only the language of experience.
 • In 10 day meditation camp, 7 days are given for Vipassana meditation.
 • Here the person practices seeing sensations on his body without reacting to it – without analysing it, without creating feeling of like or dislike or raga or dwesha for it.
 • This trains our mind to be non reactive to the sensations occurring on the body.
 • Now when something wanted or unwanted happens, the mind doesn’t react to the sensation created by this input. (the extent it used to do earlier before the meditation)
 • Reaction irritates us , gives us pain. This creates sankharas that creates out future of the next birth.
 • Forget our future, our day to day reactions give us pain, spoils our relations and give mental pain.
 • The experts of emotional intelligent say that if you take a little pause between stimuli and response it will be an emotionally intelligent behaviour. This will help you having good relations with people.
 • But how to have this little pause?
 • Vipassana give this pause and reactions gradually decrease.
 • If parents and teachers do vipassana, they will automatically become calm , they will have better relations with children.
 • This will reduce violence agains children and will help in creating a peaceful society.

Activity

 • P4P teams take up the work of teaching Anapana meditation to the children.
 • They should organise Vipassana introduction for parents and teachers.
 • Have self experience by attending vipassana camp and doing vipassana meditation regularly.
 • Parents will see positive change in the behaviour of their children and they will be motivated to go for vipassana meditation. This will make them calm. This will reduce the violence against children.
 • Please contact following Vipassana centre to organise introduction to vipassana for parents and teachers or anapana for children.
 • Rajkot  0281-2220861,2782550
 • Bada(katch)  0283-4273303,273304
 • Dhodka  9426419397,271429469
 • Mogar  0265-2341323
 • Dhumaj  253315
 • Mahesana  0276-2254634,253315
 • navsari  02637291100
 • Note: If you have any problem Please contact Narendrabhai 9825162226 (Surat)

p4p ध्यान विपश्यना :

 • भगवान बुद्ध के द्रारा 2500 वर्ष पूर्व पुर्नजीवित की गई ध्यान पद्धति है ।
 • विपश्यना ध्यान की प्रथम सीढी आनापान ध्यान है ।
 • आनापान (आन+अपान) तात्पर्य ये है कि नाक में से आ रहे और जा रहे श्वास के प्रति सजग (जागृत) होना ।
 • आँखे बंध करके देखना (एहसास करना) के श्वांस किस नसकोर (दाहिने या बाँए या दोनो) में से आती-जाती है ।
 • ये ध्यान करने से मन शांत हो जाता है ।
 • बच्चे प्रतिदिन 5-10 मिनिट आनापान करे तो –
 • मन का भटकना (विचलित होना) कम हो जाता है ।
 • एकाग्रता बढती है ।
 • मन शांत हो जाता है ।
 • प्रतिक्रिया (चिढ जाना, रो पडना, गुस्से हो जाना, मन ही मन क्रोधित होना ) कम हो जाता है ।
 • खास तौर से (तरूण) (टीन एज बच्चों) मे बहुत फायदा होता है ।
 • ये उम्र पढाई की उम्र है लेकिन इसी उम्र में बच्चे माता-पिता के साथ संघर्ष स्थापित करते है । मित्रो के आचार-व्यवहार से परेशान हो जाते हैं । T.V., मोबाईल, मीडिया का अत्याधिक उपयोग करते है । जिस से उसके अभ्यास तथा भविष्य पर बहुत ही विपरीत असर पडने की संभावना रहती है ।
 • आनापान ध्यान इस पर लगाम लगाता है ।
 • माता-पिता के साथ संघर्श कम हो जाता है । संबंधोमे सुधार आता है । माता-पिता के द्रारा बच्चो के साथ हिंसा, गलत व्यवहार होने (करने) की संभावना घट जाती है ।
 • घर मे शांति बढती है ।
 • परोक्ष (अप्रत्यक्ष) रूप से p4p का कार्य होता है ।
 • ऎसे बहुत से उदाहरण है जहाँ आनापान के कारण स्कूल के बोर्ड परीक्षा का परीक्षाफल 40% प्रतिशत से बढकर 100 प्रतिशत तक पहुँचा है ।
 • महाराष्ट्र की प्रत्येक स्कूल में प्रार्थना के समय आनापान ध्यान करवाया जाता है ।

 • विपश्यनाा :

 • विपश्यना यानी कुछ अलग तरीके से देखना ।
 • विपश्यना ध्यान की 10 दिन के शिबिर मे 3 दिन आनापान ध्यान करना होता है ।
 • जिस कारण वश शरीर मे हो रही सूक्ष्म संवेदनाएँ (खुजली, दर्द, ठंड लगना, भीगापन, गर्म, हिलना-डुलना) का एहसास होता है ।
 • अपने शरीर मे आँख, कान, नाक, त्वचा, जीभ द्रारा इन्पुट शरीर में जाता है ।
 • मन उसका पृथ्थकरण करता है ।
 • अच्छा होता है तो शरीर पर अच्छी लगती संवेदना होती है और अर्धजागृत मन एसी संवेदनाएँ और आएँ एसी कल्पना करता है ।
 • जो संवेदनाएँ हमे अच्छी नही लगती यदि वो हमारे अंदर आती है तो मन उनके न आने की कामन करता है ।
  o जैसे- कान के दरवाजे पर कोयल की किलकारी पडती है ।
 • मस्तिस्क उसे पृथ्थकरण करता है ।
 • शरीर पर मनचाही संवेदनाएँ उत्पन्न होती है ।
 • मन उसकी कामना करता है । ( ये प्रतिक्रिया हुई)
 • कान के दरवाजे पर गाली पडती है ।
 • मस्तिस्क उसका पृथ्थकरण करता है ।
 • शरीर पर अनचाही संवेदना उत्पन्न होती है ।
 • अर्धजगृत मन उसके लिए द्वेष करता है – और हम गुस्सा करना, सामने वाले व्यक्ति को अपशब्द बोलना, कुछ बोलना नहीं लेकिन अंदर ही अंदर गुस्से से ओत-प्रोत हो जाना जैसी प्रतिक्रियाएँ करना ।
 • इस प्रकार अपना संपूर्ण व्यवहार संवेदनाओ के प्रति उत्पन्न राग और द्वेष मे से पनपती प्रतिक्रियाओ से चलता है ।
 • प्रतिक्रिया हमें परेशान करती है, पीडा देती है, भविष्य के कर्म उत्पन्न करती है ।
 • भविष्य, आने वाले जन्म को दूसरी ओर रखे फिर भी रोज रोज की प्रतिक्रियाएँ हमे पीडा देती है, संबंध बिगाडती है, मनोसंघर्ष को जन्म देती है ।
 • विपश्यना यानी कि विशेष (अलग तरीके से) देखना ।
 • अभी तक हम प्रत्येक संवेदनाएँ भोग रहे थे या फिर यूँ कहे कि सहन कर रहे थे – कितनी राग गाकर तो कितनी ही द्वेष करके – खुजली करके, दुखी होकर, दु:खद संवेदना की टीका – टिप्पनी करके – (अरे – ये दु:ख मुझे बहुत पीडा देता है ऎसा भाव उत्पन्न करके ) और सुखद संवेदना ( जैसे – मिठाई के स्वाद या प्रसंसा के शब्द ) का आनंद उठाकर हम भुगत रहे थे ।
 • विपश्यना संवेदना सहने की आदत से हमे मुक्त करना चाहती है ।
 • 10 दिन की शिबिर मे 3 दिन के आनापान के बाद विपश्यना (विशेष रूप से देखना) शुरू होता है ।
 • सर से पैर तक और पैर से सर तक शरीर के छोटे-छोटे भागो पर मन से नजर करते रहना और मात्र संवेदना को देखते रहना । उसे सहन न करना, वो अच्छी है या खराब ऎसे भाव उत्पन्न किए बिना केवल देखना ।
 • इस प्रकार संवेदना के प्रति समानता रखने का अभ्यास सात दिन तक किया जाता है ।
 • अब कोई अपशब्द बोलता है या फिर प्रशंसा के शब्द बोलता है तब अर्धजागृत मन प्रतिक्रिअय दिखाने के बदले उसके प्रति समानता रखता है । प्रतिक्रिया नही करता । प्रतिक्रिया से संपूर्ण मुक्त नही होते तो भी प्रतिक्रिया धीमी पड जाती है ।
 • अर्धजागृत मन मात्र अनुभव (एहसास) की भाषा समझता है ।
 • सिर से पैर और पैर से सर तक संवेदना देखने की यात्रा दरम्यान अर्धजागृत मन एहसास करता है कि कोई संवेदना हंमेशा के लिए टिकनेवाली नहीं होती । पहले या देर से अदृश्य हो जाती है । खुजली होती है, और देखते ही देखते अदृश्य हो जाती है ।
 • मन कहता है कि पाँच इन्द्रियो से उत्पन्न इन्पुट से जन्म लेने वाली संवेदना हमेशा टिकनेवाली नही है । पहले या देर से जाने वाली नहीं है । तो उसमे प्रसन्न अप्रसन्न (द्रेष) का भाव कैसा ? उसके लिए क्यो प्रतिक्रिया करके दु:खी हो
 • ये सब कहने से या सोंचने से कुछ होता नही है क्योकि अर्धजागृत मन उस भाषा को समझता नही है । ये तो अपने आप अनुभव से होता है ।
 • मन अपने आप शांत हो जाता है ।
 • इमोशनल इन्टेलिजन्स सिखनेवाले कहते है कि स्टीमुली व रीस्पोन्स के बीच यदि छोटा सा बोज लें तो ((Stimuli pause Response) emotionally intelligent व्यवहार करने मे गिनती होगी । प्रतिक्रिया नही होगी, संबंध नही बिगडेगे ।
 • लेकिन ये pause लाए कहाँ से ?
 • विपश्यना ये pause देती है – प्रतिक्रिया घटती है ।
 • माता-पिता तथा शिक्षकगन विपश्यना करे तो स्वयं शांत हो जाते है । बच्चों के साथ व्यवहार सुधर जाता है । बालहिंसा न उत्पन्न हो जिस कारण भविष्य के शांत नागरिक जन्म ले ।
 • प्रवृति:

 • p4p टीम बच्चो को आनापान कराए ।
 • माता-पिता व शिक्षको के लिए विपश्याना परिचय का आयोजन करे ।
 • खुद विपश्यना शिबिर करके खुद ही अनुभव करें ।
 • आनापान के कारण बच्चो मे आ रहे बदलाव (परिवर्तन) के कारण माता-पिता भी विपश्यना की तरफ आकर्षित हों एसा हो जाए ।
 • प्रत्येक जगह विपश्यना के मित्र आकर बाल आनापान कराएँगे । विपश्यना परिचय का आयोजन करेंगे ।

P4P ધ્યાન વિપશ્યના

 • ભગવાન બુદ્ધે ૨૫૦૦ વર્ષ પૂર્વે પુનજીર્વિત કરેલી ધ્યાન પધ્ધતિ છે.
 • વિપશ્યના ધ્યાનનું પ્રથમ પગથિયુ આનાપાન ધ્યાન છે.
 • આનાપાન ( આન + અપાન ) એટલે કે નાકમાથી આવતા અને જતા શ્વાસ પ્રત્યે સજગ (જાગૃત) થવુ.
 • આંખો બંધ કરી જોવુ (અનુભવવુ) કે શ્વાસ કયા નસકોરા (ડાબા કે જમણા કે બંન્ને) માંથી આવે-જાય છે.
 • આ ધ્યાન કરવાથી મન શાંત થાય છે
 • બાળકો દરરોજ ૫ – ૧૦ મિનિટ આનાપાન કરે તો, . મનનુ ભટકવુ ઓછુ થાય છે . એકાગ્રતા વધે છે . મન શાંત થાય છે . પ્રતિક્રિયા (ચિડાઇ જવુ, રડી પડ્વુ, ગુસ્સે થવુ, મનમાં સમસમી જવુ) ઓછુ થાય છે.
 • ખાસ કરીને તરુણો ( ટીનએજ બાળકો ) માં ખૂબ જ ફાયદો થાય છે.
 • આ ઉમર ભણવાની ઉમર છે પણ આ જ ઉમરમાં બાળક માતાપિતા સાથે સંઘર્ષમાં ઉતરે છે. મિત્રોના વર્તન વ્યવહારથી ડીસ્ટર્બ થઇ જાય છે. ટીવી, મોબાઇલ મિડીયાનો આડેધડ ઉપયોગ કરે છે. જેની તેના અભ્યાસ તથા ભવિષ્ય પર ખૂબ જ વિપરિત અસર પડવાની સંભાવના રહે છે.
 • આનાપાન ધ્યાન આના પર લગામ લગાડે છે
 • માતાપિતા સાથેનો સંઘર્ષ ઘટે છે. સંબંધો સુધરે છે. બાળક સાથે મા-બાપ દ્રારા હિંસા / ગેરવર્તન થવાની શક્યતા ઘટે છે.
 • ઘરમાં શાંતિ વધે છે.
 • પરોક્ષ રીતે P4P નું કામ થાય છે.
 • એવા દાખલાઓ છે જ્યા આનાપાનને કારણે શાળાનુ બોર્ડ પરીક્ષાનું પરિણામ ૪૦ ટકાથી સુધરી ૧૦૦ ટકા સુધી પહોચ્યુ હોય.
 • મહારાષ્ટ્રની દરેક શાળામા પ્રાર્થના સમયે આનાપાન ધ્યાન કરાવવામા આવે છે.

વિપશ્યના

 • વિપશ્યના એટલે વિશેષ રીતે જોવુ.
 • વિપશ્યના ધ્યાનની ૧૦ દિવસની શિબિરમાં ૩ દિવસ આનાપાન ધ્યાન કરવાનુ હોય
 • જેના કારણે શરીર ઉપર થઇ રહેલ સુક્ષ્મ સંવેદનાઓ (ખુજલી, દુખાવો, ઠંડુ લાગવુ, ભીનુ, ગરમ, ધ્રુજન કંપન ) અનુભવાય છે.
 • સામાન્ય રીતે આપણે અનુભવતા નથી તેવી સુક્ષ્મ સંવેદનાઓ આ જાગૃતિને કારણે અનુભવાય છે.
 • આપણા શરીરમાં આંખ, કાન, નાક, ત્વચા, જીભ દ્વારા ઇન્પુટ શરીરમાં જાય છે
 • મન તેનુ પૃથ્થકરણ કરે છે
 • સારુ હોય તો શરીર પર ગમતી સંવેદના થાય છે અને અર્ધજાગૃત મન આવી સંવેદનાઓ વધુ આવે એવી કામના (રાગ) કરે છે.
 • અણગમતી સંવેદનાઓ જાગે તો મન તે ન આવે તેવી કામના (દ્વેષ) કરે છે. દા.ત. કાનના દરવાજા પર કોયલનો ટહુકો પડે છે.
 • મગજ તેનુ પૃથ્થકરણ કરે છે.
 • શરીર ઉપર ગમતી સંવેદનાઓ જાગે છે.
 • મન તેમની કામના કરે છે (રાગ) આ પ્રતિક્રિયા થઇ
 • કાનના દરવાજા ઉપર ગાળ પડે છે.
 • મગજ તેનુ પૃથ્થકરણ કરે છે.
 • શરીર ઉપર અણગમતી સંવેદના જાગે છે.
 • અર્ધજાગૃત મન તેને માટે દ્વેષ કરે છે. – અને આપણે ગુસ્સો કરવો, સામેવાળાને ગાળ બોલવી, કંઇ બોલવુ નહિ પણ અંદરથી સમસમી જવુ જેવી પ્રતિક્રિયા કરીએ.
 • આમ આપણે સમગ્ર વ્યવહાર સંવેદનાઓ પ્રત્યેના રાગ અને દ્વેષમાંથી જન્મતી પ્રતિક્રિયાઓથી ચાલે છે.
 • પ્રતિક્રિયા આપણને પજવે છે, પીડે છે ભવિષ્યના કર્મો ઉભા કરે તે .
 • ભવિષ્ય, આવતા જનમને બાજુ પર મૂકીએ તો પણ રોજેરોજની પ્રતિક્રિયા આપણને પીડે છે સંબંધ બગાડે છે મનોસંઘર્ષ જન્માવે છે.
 • વિપશ્યના એટલે વિશેષરૂપે જોવુ
 • અત્યાર સુધી આપણે દરેક સંવેદનાને ભોગવતા હતા – કેટલાકનો રાગ કરીને તો કેટલીક નો દ્વેષ કરીને – ખુજલી ખણીને, દુ:ખી થઇને, દુ:ખદ સંવેદનાની ટીકા કરી (અરેરે.... આ દુ:ખ મને બહુ પીડે છે તેવો ભાવ જન્માવી) અને સુખદ સંવેદના (દા.ત. મિઠાઇના સ્વાદ કે પ્રશંસાના શબ્દો) ને માણીને આપણે ભોગવતા.
 • વિપશ્યના સંવેદના ભોગવવાની ટેવો માંથી આપણને મુકત કરવા માગે છે.
 • ૧૦ દિવસની શિબિરમાં ૩ દિવસના આનાપાન પછી વિપશ્યના ( વિશેષ રૂપે જોવુ ) શરૂ થાય છે.
 • માથાથી પગ સુધી અને પગથી માથા સુધી શરીરના નાના-નાના ભાગ પર મનથી નજર કરતા જવાની અને સંવેદનાને માત્ર જોવાની, ભોગવવાની નહિ તે સારી છે કે ખરાબ તેવા ભાવ વિના માત્ર જોવાની
 • આમ સંવેદના પ્રત્યે સમતા રાખવાનો મહાવરો સાત દિવસ સુધી કરવામાં આવે છે.
 • હવે કોઇ ગાળ બોલે કે પ્રશંસાના શબ્દો બોલે ત્યારે અર્ધજાગ્રત મન પ્રતિક્રિયા કરવાને બદલે તેના પ્રત્યે સમતા રાખે છે. પ્રતિક્રિયા કરતુ નથી. પ્રતિક્રિયાથી સંપૂર્ણ મુક્ત ન થવાય તો પણ પ્રતિક્રિયા મંદ પડે છે.
 • અર્ધજાગ્રત મન માત્ર અનુભવની ભાષા સમજે.
 • માથાથી પગ અને પગથી માથા સુધી સંવેદના જોવાની યાત્રા દરમિયાન અર્ધજાગ્રત મન અનુભવે છે કે કોઇ સંવેદના કાયમી હોતી નથી. વહેલા મોડી અદ્રશ્ય થઇ જાય છે. ખુજલી આવે છે, જોત જોતામાં અદ્રશ્ય થઇ જાય છે.
 • મન કેળવાય છે કે પાંચ ઇન્દ્રીયોથી આવતા ઇન્પુટ થી જન્મતી સંવેદના કાયમી નથી. વહેલી મોડી જતી રહેવાની નથી. તો તેનો રાગ-દ્વેષ શો ? તેને માટે શુ કામ પ્રતિક્રિયા કરી દુ:ખી થવાનુ
 • આ બધુ કહેવાથી કે વિચારવાથી થતુ નથી કારણ કે અર્ધજાગ્રત મન તે ભાષાને સમજતુ નથી. આ તો આપોઆપ થાય છે, અનુભવથી.
 • મન આપોઆપ શાંત થાય છે.
 • ઇમોશનલ ઇન્ટેલિજન્સ શીખવનારા કહે છે કે સ્ટીમુલી અને રીસ્પોન્સ વચ્ચે નાનકડો પોઝ લો તો (Stimuli pause Response) emotionally intelligent વ્યવહાર કર્યો ગણાશે . પ્રતિક્રિયા નહિ થાય સંબંધો નહિ બગડે.
 • પણ આ pause લાવવો ક્યાથી ?
 • વિપશ્યના આ પોઝ આપે છે – પ્રતિક્રિયા ઘટે છે.
 • માતા-પિતા તથા શિક્ષકો વિપશ્યના કરે તો આપોઆપ શાંત થાય. બાળકો સાથે વ્યવહાર સુધરે – બાળહિંસા ન આચરે જેથી ભવિષ્યના શાંત નાગરીકો પેદા થાય.

પ્રવૃતિના

 • P4P ટીમો બાળકોને આનાપાન કરાવે.
 • માતાપિતા – શિક્ષકો માટે વિપશ્યના પરિચય ગોઠવે
 • જાતે વિપશ્યના શિબિર કરી જાત અનુભવ કરે
 • આનાપાનને કારણે બાળકોમા આવતા બદલાવને કારણે માબાપ વિપશ્યના તરફ વળે તેવુ બને.
 • દરેક જગ્યાએ વિપશ્યનાના મિત્રો આવી બાળ આનાપાન કરાવશે. વિપશ્યના પરિચય ગોઠવશે.

P4P Ummeed

 • Children of slum area sufferes as the parents are poor, illiterate and addicted to bad habits.
 • These child do not get enough care and nutrition
 • They have to work during a time where they should play and learn. Child labours are also tortured physically.
 • World peace is a distant dream without giving these children loving and joyful childhood.
 • No remarkable work is done in this field. Little bit work is being done in terms of education of children etc but almost nothing is being done for capacity building of paretns.
 • hildrens will get continuous benefit if parents are made aware.
 • P4P has to go a long way for this. We hope that people who are working in it, or want to work or capable to work should join with us.
 • Together we will be able give loving and joyful childhood to large number of such children.

Suggested work

 • Make parents addiction free.
 • Make them aware about their role as parents.
 • Childrens not going school should be counselled to attend school.
 • Convince parents for that.
 • Child beggars should be helped to go to school.
 • Child labours should be freed and helped to go to school.
 • To create large number of volunteers to work in this field.

P4P उम्मीद

 • हमारे आस-पास की झोपड़-पट्टियाँ में रह रहे लोग में गरीबी, अज्ञानता, और तरह-तरह के व्यसनों ने गहरी जड़ जमा रखीं है, ऐसे माँ-बाप के घर पैदा होते बच्चे को जरुरी भरण-पोषण, रख-रखाव और प्यार नहीं मिल पाता ऐसे महरूम और मजबूर बच्चे पढाई- लिखाई की उम्र में बाल मजदूरी करने को मजबूर हो जाते है | जहाँ उनका मानसिक और शारीरिक शोषण भी होता है, ऐसे बच्चो की जिन्दगी में सकारात्मक बदलाव लाने का सपना अभी काफी दूर है |.
 • यह एक सत्य है कि इस क्षेत्र में नहीवत काम हुआ है, थोडा बहुत काम बालको के क्षेत्र में करना तो कोई महत्व नहीं रखता अगर हम सही मायनो में बच्चो की जिंदगी में बदलाव चाहते हे तो हमें ऐसे अभिभावकों के साथ काम करना होगा ताकि, बच्चो को इसका लाभ घर-परिवार में सतत मिलता रहें |
 • P4P अभियान को इस राह में बहुत दूर तक जाना है | इस क्षेत्र में काम कर रहे या काम करने के लिए इच्छुक लोगों और संस्थाओ से आशा है की वे सभी - पूरे जोश से PP4PP से जुड़े |

सूचित कार्य:-

 • माता-पिता को व्यसन मुक्त करवाना |
 • अभिभावकों को बच्चो के पालन-पोषण के महत्व से अवगत करना |
 • पाठशाला न जा पा रहे बच्चो को पाठशाला भेजना |
 • माँ-बाप को उसके लिए राजी करना |
 • भीख मांगते बच्चो को मुक्त करा के पाठशाला भेजना |
 • बाल मजदूरी करते बच्चो को मुक्त करा के पाठशाला भेजना |
 • इस क्षेत्र में काम करने के लिए अथिकतम स्वयमसेवक तैयार करना |
 • આપણી ઝુપડપટ્ટીઓમાં ગરીબી, અજ્ઞાન અને વ્‍યસનમાં સબડતાં માબાપોના ઘરોમાં સૌથી વિશેષ બાળપણ નંદવાય છે. આ બાળકો પૂરતા પોષણ, કાળજી અને સંભાળ પામતાં નથી. ભણવાની અને રમવાની ઉમરે તેમણે કામ કરવુ પડે છે. બાળ મજુરી અને બાળકોનું શારીરિક શોષણ પણ થાય છે. આ બાળકોની જિન્‍દગીમાં નોંધપાત્ર ફરક પાડયા વિના વિશ્વશાંતિનું સપનું ઘણુ દૂર છે.
 • આ ક્ષેત્રમાં બહુ જ નહિવત કામ થાય છે. થોડુ ઘણુ કામ બાળકોના ક્ષેત્રમાં કરવામાં આવે છે પણ વાલીઓમાં તો લગભગ કંઇ કરવામાં આવતુ નથી. વાલીઓમાં કામ કરવામાં આવે તો બાળકને ઘરમાં સતત તેનો લાભ મળતો રહે.
 • P4P એ આમાં ઘણી લાંબી મજલ કાપવાની છે. આ ક્ષેત્રમાં કામ કરતા, કરવા માગતા, કરવાની ક્ષમતા ધરાવતા ઘણા લોકો અને સંસ્‍થાઓ આમાં જોડાય તેવી આશા છેઃ

  સુચિત કાર્ય:-

 • માબાપોને વ્‍યસન મૂકત કરવાં.
 • તેમને બાળઉછેરનું મહત્‍વ સમજાવવું.
 • શાળાએ ન જતાં બાળકોને શાળાએ મોકલવા.
 • માબાપને તેને માટે સમજાવવા.
 • ભીખ માગતા બાળકોને મુકત કરી શાળાએ મોકલવા.
 • બાળમજુરી કરતાં બાળકોને મુકત કરી શાળાએ મોકલવા.
 • આ ક્ષેત્રમાં કામ કરવા વધુમાં વધુ સ્‍વયંસેવકો તૈયાર કરવા.

SCHOOL GUIDANCE

 • For most productive outcomes in objectives of schooling, where education is one part and overall development of child is the big picture, schools need to establish a two way communication with students. P4P has a big vision of giving joyful, loving and skillful childhood through parents and teachers. A subset of such vision is Schools program for listening to students.

 • The vision :

 • All schools do help their students in many ways by conventional methods. In current situations it is structured one way from teachers and management to students, but not structured for the other way round i.e., from student to teachers and management. School’s Student Listening Services is a step towards that, where students can communicate back without hesitation and thus seek working solutions to their problems.
 • The target of the program would be to improve behavior of students and teachers, with improved interpersonal and emotional health and ultimately reflected in the academic and overall development of students.

 • Methods: This project would work with two pronged efforts:

 • The school will run the process in a structured or semi-structured way. In structured method a separate room run by the designated listeners will cater to needs of students approaching them. Maintenance of privacy of the students issue will be on the top priority. For that sake and or easy approachability a semi structured method can be adopted where many teachers play a role of trained listeners and student can approach them at any place and time in the campus. All the staff of the school will be apprised of the service so that it is used maximally.
 • Coordination from P4P by the “P4P School Coordinators”, the working pattern for which is guided and coordinated separately as per Ashokbhai’s guidance and coordination.

 • Needs:

 • Most of the issues presented by students are expected to be minor and solutions to them can be:
  a) Patient listening, good communication and lay counseling by the designated listeners.
  b) Refining all teachers and staff behavior: Discipline, basics of behavior and communication.
  c) Imparting proper life-skills especially interpersonal skills and emotional skills
  d) Helping in academic performance in holistic way including dealing with learning disabilities and ADHD at school level.
  e) Improving safety.
  f) Steps in increasing attachment with school.
 • Some issues may be out of purview for the listeners and will need expert or management’s help and this will include detection and timely referral for behavioral-mental and medical health issues.

 • Goals:

 • The long term goals are that we shall try to empower school with all above possible ways and any try to meet the felt needs arising during the process.
 • The short term goals and approach would be:
  a) To begin with one or two schools and maintain the motivation and interest of the participatory teachers till they run the service for a year regularly and become efficient. The program needs to be flexible enough to retain the group’s interest, imbibing capacity and work out with their active involvement at each step, so that they remain with us till end. (Learnt from the past experience). That may include relaxing in perfectionism in scientific temper and bulk of information till the group ready to imbibe it.
  b) The listeners would be empowered to do their part through a training program.
  c) The current group is of teachers from whole school so the training program should cover.
  d) We do not expect the listeners and trained teachers to solve the problems totally but start changing their conventional behaviors.
  e) The training is given in two tiers the first being structured as in table given below. Next tier to be designed later depending on the experience built up initially.
  f) Secondary to feedbacks from the P4P coordinators the training may be given the directions according to the feedbacks.
  g) Not to involve parents proactively till the system is well established. If situation is compelling and not manageable without parental involvement then parents be involved (we have to make a list of such situations in consultation with listeners)
  h) Insist school to hail services of qualified counselor services in some way. (or give list of people in the city who can be helpful in case referral is to be made).

Show Children Film

P4P Children Film Project

 • P4P is an idea in which any organisation or person can join.
 • Film Society of Surat (FSS) is also a active member of it.
 • Believe that by they can give loving and joyful childhood to children by promoting their growth by showing them good films.
 • FSS and Surat Municipal Educational Board has singned an MOU.
 • The children film society has agreed to give films for this project. The cost is borne by the Surat Municipal School Board.
 • FSS give training to teachers as to how to show and review the films so that children get learning.
 • Every school should try to show 12 movies a year but but not less than 5.
 • Give proper Report of it to FSS in this format:
 • Sr. No. School Name Date Shown Movie No. Of Students Teacher Name
  1 ABC 1/1/1111 4 5 XYZ
 • Maximum city’s should join it.
 • Trusts having schools can also sign an MOU with FSS.

p4p बाल फिल्म प्रोजेक्ट

 • p4p एक विचार अभियान है, जिसमे कोई भी व्यक्ति या संस्था जुड सकती है ।
 • फिल्म सोसायटी सूरत के (FSS) p4p के सक्रिय सभ्य है ।
 • उनका विचार है कि बाल फिल्म बना के बाल विकास मे हिस्सा लेकर बच्चो को प्रेम और आनंदपूर्ण बचपन दें ।
 • FSS और सूरत महानगरपालिका शिक्षण समिति ने MOU किया है ।
 • FSS द्रारा चिल्ड्रन फिल्म सोसायटी ओफ इंडिया के पास से बाल फिल्में प्राप्त करके वितरण की जाती है, जिसका खर्च शिक्षण समिति प्रदान करेगी ।
 • फिल्म मे से बच्चे लर्निंग आउटकम प्राप्त कर सकें , इस लिए FSS शिक्षको को प्रशिक्षण देगा ।
 • प्रत्येक स्कूल को 1 वर्ष मे 12 फिल्म दिखाने का प्रयत्न करना होगा । परंतु कम से कम 6 फिल्मे अचूक रूप से दिखानी होंगी ।
 • उसका रिपोर्ट इस फोर्मेट मे FSS को दे –
 • नं. स्कूल का नाम दिनांक दिखाई गई फिल्म विधार्थियों की संख्या शिक्षक का नाम
  1 ABC 1/1/1111 4 5 XYZ
 • अधिक से अधिक शहर उसमे जुडे ।
 • जिस ट्रस्ट के पास अत्याधिक स्कूल हैं वो इसे अपनाए ।

P4P બાળ ફિલ્‍મ પ્રોજેકટ

 • P4P એક વિચાર અભિયાન છે જેમાં કોઇ પણ વ્‍યકિત કે સંસ્‍થા જોડાઇ શકે.
 • ફિલ્‍મ સોસાયટી ઓય સુરતના (FSS) P4P ના સક્રિય સભ્‍ય છે.
 • તેમનો વિચાર છે કે બાળફિલ્‍મો બનાવી બાળવિકાસમાં ભાગીદાર થઇ બાળકોને પ્રેમ અને આનંદભર્યૂ બાળપણ આપીએ.
 • FSS અને સુરત મહાનગરપાલિકા શિક્ષણ સમિતિએ MOU કર્યુ છે.
 • FSS દ્વારા ચિલ્‍ડ્રન ફિલ્‍મ સોસાયટી ઓફ ઇન્‍ડીયા પાસેથી બાળફિલ્‍મો મેળવી આપવામાં આવે છે. જેનો ખર્ચ શિક્ષણ સમિતિ આપશે.
 • ફિલ્‍મમાંથી બાળકો લર્નિગ આઉટકમ મેળવી શકે તે માટે FSS શિક્ષકોને તાલીમ આપશે.
 • દરેક શાળાએ વર્ષમાં ૧ર ફિલ્‍મ બતાવવા પ્રયત્‍ન કરવો પરંતુ ઓછામાં ઓછી ૬ ફિલ્‍મો અચૂક બતાવવી.
 • તેનો રીપોર્ટ આ ફોર્મેટમાં FSS ને આપવો.
 • અ.નં. શાળાનું નામ તારીખ દર્શાવેલ ફિલ્‍મ વિદ્યાર્થીઓની સંખ્‍યા શિક્ષકનું નામ
  1 ABC 1/1/1111 4 5 XYZ
 • વધુમાંવધુ શહેરો તેમા જોડાય
 • ઘણી શાળાઓ ધરાવતા ટ્રસ્ટ તેને અપનાવે.

Suicide Prevention

 • Percentage of suicide is not less among the children. Many more children think of committing suicide.
 • Exams or exam results are not the only reason for suicide.
 • Whatever are the reasons, suicide prevention is an important work for P4P.
 • P4P team has prepared presentations and book for Suicide prevention.
 • District Education Officer, Surat has published this book.
 • 1200 School Administrators and principals of Surat district have given training In presence of Honourable Education Minister ShriBhupendraSinhChudasama on 29th December 2014.
 • This kind of training should be done in every district.
 • Parents (specially of students studying in 10th and 12th ) should also be given such training.
 • At the end of training session providing books would be beneficial.
 • Surat team intends to prepare module for Suicide prevention module for children.
 • After that students will also be given such training.
 • 24 x 7 mental health and suicide prevention helpline “JeevanAastha” was launched by Surat Rural district police under SurakshaSetu Society scheme. (Advertisement aids are present – toll free No – 18602662345, 1800233333)

आत्महत्या निवारण

 • बच्चों में आत्महत्या दर कम नही है । जितने बच्चे आत्महत्या करते हैं, उन बच्चों की अपेक्षा दो गुने बच्चे आत्महत्या करने के बारे में सोचते है ।
 • बच्चे मात्र परीक्षा या फिर उसके परिणाम की चिंता में ही आत्महत्या करते है एसा नही है, उसके और भी कई कारण हो सकते है ।
 • इस लिए बाल हत्या निवारण p4p के लिए महत्वपूर्ण कार्य है ।
 • p4p टीम द्रारा बच्चों मे आत्महत्या निवारण के लिए प्रेजेन्टेशन तथा पुस्तक आदि तैयार किए गए है ।
 • जिला शिक्षक अधिकारी (सूरत) के द्रारा यह पुस्तक प्रकाशित किया गया है ।
 • 29 दिसंबर 2014 को माननीय शिक्षण मंत्री श्री भूपेन्द्रसिंह चूडासमा की उपस्थिति में सूरत जिले के 1200 स्कूल संचालको एवं आचार्यो को ये प्रशिक्षण दिया गया ।
 • ऎसा प्रशिक्षण (तालीम) प्रत्येक जिले मे होनी चाहिए ।
 • माता-पिता (खास तौर से दसवी – बारवी मे अध्ययन कर रहे बच्चों व टीन एजर्स बच्चो के माता-पिता के लिए भी यह प्रशिक्षण देना चाहिए )
 • तालीम (प्रशिक्षण के अंत मे) पुस्तक दी जाए वो बहुत अच्छा ।
 • बच्चो को आत्महत्या निवारण के लिए तैयार करने का मोड्यूल सुरत टीम करेगी ।
 • उसके पश्चात बच्चो के लिए भी ऎसा प्रशिक्षण शुरू करे ।
 • सूरत ग्राम्य जिला पुलिस सुरक्षा सेतु सोसाइटी द्रारा समग्र गुजरात के लिए 24 घंटे कार्यरत जीवन आस्था आत्महत्या निवारण हेल्पलाइन ( टोल फ्री नं- 18602662345, 1800233333) का प्रसार किया जाए । ( प्रसार साहित्य उपलब्ध है । )

આત્મહત્યા નિવારણ

 • બાળકોમાં આત્મહત્યાનું પ્રમાણ ઓછુ નથી. જેટલાં બાળકો આત્મહત્યા કરે છે તેનાથી અનેક ઘણાં બાળકો આત્મહત્યા નો વિચાર કરે છે.
 • બાળકો પરીક્ષાની કે તેના પરિણામની ચિંતાને કારણે જ આત્મહત્યા કરે છે એવુ નથી. તેનાં ઘણાં કારણો છે.
 • આથી જ બાળ આત્મહત્યા નિવારણ એ P4P નો મહત્‍વનું કાર્ય છે.
 • P4P ટીમ દ્વારા બાળકોમાં આત્‍મહત્‍યા નિવારણ માટે પ્રેઝન્‍ટેશનો તથા પુસ્‍તક તૈયાર કરવામાં આવ્‍યુ છે.
 • જિલ્‍લા શિક્ષણ અધિકારી સુરત દ્વારા આ પુસ્‍તક પ્રકાશિત કરવામાં આવ્‍યુ છે.
 • ર૯ ડીસેમ્‍બર ર૦૧૪ ના રોજ માન. શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં સુરત જિલ્‍લાના ૧ર૦૦ શાળા સંચાલકો તથા આચાર્યોની તાલીમ કરવામાં આવી.
 • આવી તાલીમ દરેક જિલ્‍લામાં કરવી.
 • માબાપો ( ખાસ કરીને દસમા- બારમામાં ભણતા બાળકો, ટીન એજર્સ બાળકોનાં) માતાપિતા માટે પણ આવી તાલીમ આપવી જોઇએ.
 • તાલીમને અંતે પુસ્‍તક અપાય તો સારુ.
 • બાળકોને આત્‍મહત્‍યા નિવારણ માટે તૈયાર કરવા માટેનુ મોડયુલ સુરત ટીમ કરશે.
 • તે પછી બાળકો માટે પણ આવી તાલીમ શરુ કરવી.
 • સુરત ગ્રામ્‍ય જિલ્‍લા પોલીસ સુરક્ષા સેતુ સોસાઈટી દ્વારા સમગ્ર ગુજરાત માટે ર૪ કલાક કાર્યરત જીવન આસ્‍થા આત્‍મહત્‍યા નિવારણ હેલ્‍પલાઇન (ટોલ ફ્રી નં.૧૮૬૦૨૬૬૨૩૪૫, ૧૮૦૦૨૩૩૩૩૩) નો પ્રસાર કરવો